Bhartiya Sanskrit Gyan Pariksha was conducted in the month of September at our Shree H.J. Gajera English Medium School, in which students of from classes V to VII had participated. All of them are awarded certificates. However among these students, the performance of few students was commendable. They are selected for first, second, third place and have been awarded trophies too.
સપ્ટેમ્બર મહિનામાં અમારી શાળાના આંગણમાં વિદ્યા વિસ્તાર અંતર્ગત દેવસંસ્કૃતિવિશ્વ વિદ્યાલય ગાયત્રી તીર્થ,શાંતિકુંજ,હરિદ્વાર આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતની સંસ્કૃતિનું સામાન્ય જ્ઞાન વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસાવવા, સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનો આત્મવિશ્વાસ વધારવા સક્ષમ બનાવે છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને શ્રી એચ જે ગજેરા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને તેમની કુશળતા વધારીને સ્પર્ધા માટે તૈયારી કરવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો. અમારા શિક્ષકો દ્વારા તેમને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડવામાં હતું. પરીક્ષામાં કુલ 210 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં દરેક ધોરણ પ્રમાણે પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને વિજેતા ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us